જ્યોતિષ અને ગ્રહ રત્નો
જ્યોતિષ એક પૂર્ણ વિજ્ઞાન હોવા છતાં પણ આજે વિવાદિત થવા પામ્યું છે અને ઘણા
યુગોથી આ વિષયમાં સંપાદિત થયેલો વિશ્વાસ હવે ડગમગાવા લાગ્યો છે. આપણા અભણ
અને ભણેલા બન્ને વર્ગોના અંધ-વિશ્વાસ તેમજ અંધ-શ્રદ્ધાને કારણે, બિલાડાના ટોપની જેમ
ફૂટી નીકળેલા અને સૂંઠને ગાંગડે ગાંધી થયેલા, નહીવત/અલ્પ જ્ઞાન ધરાવનારા જ્યોતિષીઓનો
ફાળો આ વિષયને બદનામ કરવામાં ઓછો નથી. તેમાં ઉમેરો થયો છે ગ્રહોના રત્નો વેચવાવાળાઓ
તેમજ સોનીઓનો જે લોકોને તેમની રાશિ પ્રમાણે ગ્રહનું રત્ન પહેરવા માટે પ્રેરે છે.
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, કોઈપણ ગ્રહ, તેની દશા કે અંતર્દશા દરમ્યાન ફળ આપવા તત્પર બને છે.
ધારો કે દશાનાથ બળવાન થઇ, શુભ ગ્રહોથી દ્રષ્ટ છે અને ધનેશ , ભાગ્યેશ કે લાભેશ છે તો તેની
દશામાં જાતકને સારામાં સારું ફળ મળવું જોઇયે પરન્તુ જોવામાં એ આવ્યું છે કે ઘણીવાર શુભ
ગ્રહોની દશામાં પણ જાતક અતિશય દુખી થાય છે. તેનું મુખ્ય કારણ જો દશાનાથ, જન્મ નક્ષત્રથી
૩જા ૫મા, ૭મા, ૧૨મા, ૧૪મા, ૧૬મા, ૨૧મા, ૨૩મા કે ૨૫મા નક્ષત્રમાં હોય તો અવશ્ય ખરાબ ફળ આપે છે અને જો આ દશા દરમ્યાન, જે તે ગ્રહનું નંગ કે રત્ન પહેરવામાં આવે તો ખરાબ ફળમાં વધારો જ થશે.
ઘણા લોકોની માન્યતા એવી છે કે ગુરુ શુભ ગ્રહ હોવાથી ખરાબ ફળ આપી જ ન શકે પરન્તુ,
જો મકર કે કુંભ લગ્ન હોય અને જો ગુરુ કેન્દ્ર કે ત્રિકોણમાં હોય તો અચૂક ખરાબ ફળ જ આપશે
કારણ કે આ બન્ને લગ્નોમાં ગુરુ રિપુ સ્થાનોનો માલિક બને છે. આવા જાતકો જો ગુરુની દશા
દરમ્યાન પુખરાજ ધારણ કરે તો, ગુરુ ઉચ્ચનો હોવા છતાંપણ ખરાબ ફળ જ આપશે. કારણ કે જે
ગ્રહ ખરાબ ફળ આપવા માટે જ સર્જાયેલો છે, તેનું નંગ ધારણ કરવાથી તે (દુશ્મન) વધુ બળવાન
થાય છે. માટે જો રત્નો પહેરવાનો શોખ જ હોય તો કોઈ અનુભવી અને જાણકાર જ્યોતિષીની
સલાહ લઈને જ પહેરવું. આડેધડ રત્નો પહેરી, “આ બૈલ મુઝે માર” જેવી સ્થિતિ હાથે કરીને ન કરવી.
જ્યોતિષી દિનેશ બાબુલાલજી ત્રિવેદી
અદી-કૃપા જ્યોતિષ કાર્યાલય
મોબાઇલ: ૯૧૯૬૩૮૪૩૫૬૭૦
ઈ મેલ :dgtrivedi2000@gmail.com …. …. … dgtrivedi2000@yahoo.com
No comments yet.
Leave a Reply
-
Archives
- September 2011 (3)
- July 2011 (1)
- October 2010 (1)
- August 2010 (1)
- April 2010 (1)
- February 2010 (2)
- August 2009 (1)
- July 2009 (2)
- June 2009 (1)
- April 2009 (1)
- March 2009 (2)
- February 2009 (1)
-
Categories
- Astrology
- कविता
- Baba Raddevji
- Controvercy on Jinnah
- Cricket
- Dirty politicians
- Eclips
- Global warming
- good health
- Gujrati Gazal
- Gujrati poem
- Happy New Year
- Hinduism and rituals
- Indian Musical Instruments
- Integrity
- jyotish
- Kashmiri Pandits
- politics
- Pranayams & Yoga
- rain
- Road accidents
- Tabla
- Trees
- Uncategorized
-
RSS
Entries RSS
Comments RSS